નવી દિલ્હી: અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીર સમસ્યા અંગે ફરી એકવાર જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા તે સૌથી મોટી ભૂલ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે જવાહરલાલ નહેરુ ખોટા ચાર્ટર સાથે સંયુક્ત રાષ્ટ્રમાં ગયાં.  તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં ઘૂસણખોરી ચાર્ટર સાથે જવા જેવું હતું. તેમણે સવાલ કર્યો કે જ્યારે ભારતીય સેના જીતી રહી હતી તો નહેરુએ યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી. 


અમિત શાહે કહ્યું કે જે લોકોએ ભૂલ કરી તેમના હાથમાં ઈતિહાસ લેખન પણ રહ્યું જેના કારણે આપણને યોગ્ય તથ્યોની જાણ થઈ ન શકે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે યોગ્ય ઈતિહાસ લખવામાં આવે અને લોકો સુધી પહોંચાડવામાં આવે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...